fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

વિરાટ કોહલીની 107 રનની કેપ્ટન ઈનિંગ છતાં ભારત 43 રને હાર્યું, વન-ડેમાં સતત 3 સદી કરનાર પહેલો સુકાની

562

- Advertisement -

- Advertisement -

  • India Westindies 3rd odi in Pune live and updates

    પુણે: સુકાની વિરાટ કોહલી (107) રનની રેકોર્ડ સદી છતાં ભારત ત્રીજી વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 43 રને હાર્યું હતું. વિન્ડિઝ આ મેચ જીતતા પાંચ મેચની વન-ડે સીરિઝ 1-1ની બરોબરી કરી લીધી છે. વિન્ડિઝના હોપની 95 રનની શાનદાર ઈનિંગ ને પગલે 9 વિકેટે 283 રન કર્યા હતા. ત્યાર બાદ કોહલીએ 38મી સદી નોંધાવવા છતાં ભારતે 47.4 ઓવરમાં 240 રનના સ્કોર પર ઓલ આઉટ થયું હતું.

    વિરાટ કોહલીએ કુલ 38મી સદી અને 62મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. તો વન-ડે ક્રિકેટમાં ભારતના 44 વર્ષના ઈતિહાસમાં સતત ત્રણ મેચમાં સદી ફટકારનાર પહેલો બેટ્સમેન બન્યો છે. આ સિદ્ધી મેળવનાર તે વિશ્વનો પહેલો સુકાની અને 10મો બેટ્સમેન બન્યો છે. જો ભારતીય ટીમ જો આજની મેચ જીતી હોત તો સીરિઝ હારવાથી બચી ગઈ હોત. પરંતુ વેસ્ટ ઈન્ડિઝે ત્રીજી વન-ડે મેચ જીતીને સીરિઝ જીવંત રાખી છે. પહેલી મેચ ભારતીય ટીમે 8 વિકેટ જીત મેળવી હતી.

    જ્યારે બીજી મેચ રોમાંચક રહી હતી અને છેલ્લા બોલે મેચ ટાઈમાં પરીણમી હતી. આમ બન્ને ટીમોએ એક-એક મેચ જીતીને સીરિઝ સરભર કરી છે. ભારત તરફથી ફાસ્ટ બોલર જસપ્રીસ બુમરાહે સૌથી વધારે ચાર વિકેટ ઝડપી હતી. તેણે વન-ડે કારકર્દિમાં ચોથીવાર 4 વિકેટ ઝડપી છે.

    પુણેમાં કોહલી સૌથી સફળ બેટ્સમેન

    – આ સ્ટેડિયમમાં સૌથી વધુ રન કોહલીએ બનાવ્યાં છે. તેને ત્રણ મુકાબલામાં 70.66ની રન રેટથી 212 રન બનાવ્યાં છે. આ દરમિયાન તેને એક સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી ફટકારી છે. વર્તમાન ટીમમાં રહેલાં ખેલાડીઓમાં શિખર ધવન બીજા નંબરે છે. તેને પણ ત્રણ મુકાબાલ રમ્યાં છે જેમાં એક હાફ સેન્ચુરીની મદદથી કુલ 76 રન બનાવ્યાં છે.

    બુમરાહએ લીધી છે સૌથી વધુ વિકેટ

    – આ મેદાન પર જો સૌથી સફળ બોલર હોય તો તે છે જસપ્રીત બુમરાહ. તેને બે મેચમાં સૌથી વધુ ચાર વિકેટ પોતાના નામે કરી છે. બુમરાહ પછી ભુવનેશ્વર કુમારે બે મેચમાં 3 વિકેટ લીધી છે. ખાસ વાત એ છે કે બે વનડે પછી ભારતીય ટીમમાં બુમરાહ-ભુવનેશ્વર પરત ફર્યાં છે. એવામાં પુણેના મેદાનમાં બંને ફરીથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી ટીમને જીતાડવાનો પ્રયાસ કરશે.

    પુણેમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન

    વર્ષ હરીફ ટીમ પરિણામ
    2017 ન્યૂઝીલેન્ડ ભારત 6 વિકેટે જીત્યું
    2017 ઈંગ્લેન્ડ ભારત 3 વિકેટે જીત્યું
    2013 ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા 72 રને જીત્યું

    ફાસ્ટ બોલર ટીમ ઈન્ડિયા માટે ચિંતાનું કારણ

    – ફાસ્ટ બોલર્સમાં 3 વિકેટ મેળવી શમી ભલે જ ટીમમાંથી બહાર થયો હોય, પરંતુ અન્ય ફાસ્ટ બોલર ઉમેશ યાદવ હજુ સુધી મોંઘો જ સાબિત થયો છે.
    – યાદવે ગત બે મેચમાં 142 રન આપીને માત્ર 1 જ વિકેટ લીધી છે.
    – સ્પિનર યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ ઘણાં અંશે સફળ રહ્યાં છે.
    – ચહલે સૌથી વધુ ચાર વિકેટ લીધી છે, જ્યારે ચાઈનામેન કુલદીપે એક મેચમાં 3 વિકેટ મેળવી છે.

    ધવન પર રહેશે નજર

    – ઓપનર શિખર ધવને ગત મહિને એશિયા કપમાં સર્વાધિક રન બનાવ્યાં હતા. પરંતુ વિન્ડિઝ વિરૂદ્ધ પહેલી બંને વનડેમાં તે ફેલ રહ્યો છે.
    – પહેલી મેચમાં 4 અને બીજી મેચમાં સારી શરૂઆત છતાં 29 જ રન બનાવ્યાં હતા.
    – વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ ધવનની સરેરાશ છેલ્લી પાંચ મેચમાં ખરાબ જ રહી છે. તેને આ દરમિયાન 8.8ની રન રેટથી 44 રન જ બનાવ્યાં છે.

    ભારતઃ
    વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડૂ, રૂષભ પંત, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ, ઉમેશ યાદવ, કેએલ રાહુલ, મનીષ પાંડે

    વેસ્ટઈન્ડિઝઃ
    જેસન હોલ્ડર (કેપ્ટન), શિમરોન હેટમાયર, શાઇ હોપ, એશ્લે નર્સ, કીમો પોલ, રોવમન પોવેલ, કેમર રોચ, માર્લોન સેમ્યુઅલ્સ, ફેબિયન એલન, ચંદ્રપોલ હેમરાજ, ઓશાને થોમસ, ઓવેડ મેકોય, કાઈરન પોવેલ

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!