ગ્રુપ બનાવ્યા વગર જ 256 લોકોને એક સાથે કરી શકાશે WhatsApp મેસેજ
- Advertisement -
સોશ્યલ મીડિયા મેસેજિંગ એપ WhatsApp આજકાલ પોતાના યૂઝર્સ માટે સતત નવા ફિચર્સ લોન્ચ કરી રહ્યુ છે. યૂઝર્સ સરળતાથી કૉમ્યૂનિકેશન કરવા માટે WhatsAppનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વખત ગ્રુપ એક સમસ્યા બની જાય છે. સતત નોટિફિકેશન અને એલર્ટના કારણે ગ્રુપથી કંટાળો આવે છે. ખાસ કરીને જ્યારે 5થી વધારે લોકોને મેસેજ મોકલવા હોય ત્યારે WhatsApp પોલિસીથી વધુ પરેશાની ઉઠાવવી પડે. WhatsApp ગ્રુપમાં રિપ્લાય આપવો એ માથાનો દુખાવારૂપ સાબિત થાય છે.
એક જ મેસેજ પાંચથી વધારે લોકોને મોકલવાનો હોય અને ગ્રુપ પણ ન બનાવવું હોય તો WhatsApp હાલમાં એક નવું ફિચર અપડેટ કરી રહ્યુ છે, આ રીતે બનાવી શકાય છે નવું બ્રોડકાસ્ટ લીસ્ટ. આ બ્રોડકાસ્ટ કારણે ગ્રુપ બનાવવાની જરૂર રહેતી નથી. આ બ્રોડકાસ્ટ લિસ્ટની મદદથી 256 લોકોને એક સાથે મેસેજ મોકલી શકાય છે. એ પણ એકસાથે. એ વાતનુ ખાસ ધ્યાન રાખવું જોઇએ કે, જેને મેસેજ મોકલી રહ્યા છો તેનો નંબર સેવ હોવો જરૂરી છે.
- Advertisement -
આ રીતે બનાવો લિસ્ટ:
– સૌથી પહેલા WhatsApp ઓપન કરો.
- Advertisement -
– એપ્લિકેશનની ડાબી બાજુ ત્રણ ડોટ જોવા મળે છે, તેના પર ક્લિક કરો.
– આ મેનૂમાં અનેક ઑપ્શન મળશે.
– જેમાં ન્યૂ બ્રોડકાસ્ટલિસ્ટ ઑપ્શન ક્લિક કરો.
– તમામ કોન્ટેક્સ લિસ્ટને પસંદ કરો જેને મેસેજ મોકલવાના છે.
– આ લિસ્ટ પૂરુ થઇ જાય તો ગ્રીન ટીક પર ક્લિક કરો, જ્યારે આ લિસ્ટ તૈયાર થઇ જાય તે પછી તમામ લોકોને મેસેજ મોકલી શકાય.
- Advertisement -