સ્નેહા ફાઉન્ડેશન દ્વારા આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી.
આજ રોજ સ્નેહા ફાઉન્ડેશન દ્વારા આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવેલ જેમાં એ બહેનો ને સન્માનિત કરવામાં આવી જે બહેનો પોતાના ઘરનું ગુજરાન પોતે ચલાવે છે. સમાજ માં આવી.

ઘણી બધી સ્ત્રીઓ છે જે પેટે પાટા બાંધીને, પોતે ભૂખી રહી ને આખો દિવસ તનતોડ મેહનત કરી ને ઘરની આજીવિકા પુરી કરે,બાળકોને ભણાવે,તેનું પાલન-પોષણ કરે આખો દિવસ મેહનત કરે અને સાંજે ઘરે પછી આવી ને ઘરનું તમામ કામ કરે રસોઈ કરે અને બાળકોને અને ઘરના તમામ સભ્યોને સાચવે છતાં તે ક્યારે ફરિયાદ નથી કરતી અને હાર પણ નથી માનતી આવી સંઘર્ષ સાથે લડનાર ૧૦ બહેનોનું સંસ્થા દ્વારા આજે સન્માન કરી આ પવિત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં શ્રી સુબદાબેન બક્ષી (પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજશ્રી), શ્રી ઝંખનબેન ત્રિવેદી (અડીશનલ ડીસ્ટ્રીકટ જજશ્રી), શ્રી ડો.રજનીબેન પરીખ (ગાયનોકોલોજીસ્ટ),શ્રી વિધીબેન તંબોલી (સ્ટીલ કાસ્ટ પ્રા.લી.) શ્રી સુલભાબેન પરાંજપે (એડવોકેટ શ્રી) અને સંસ્થાના સંચાલક શ્રી વિરલબેન ગિલ હાજર રહી આ બહેનોને સન્માનિત કર્યાં હતા.