fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

World boxing Championship Final: એમસી મેરી કોમે રચ્યો ઈતિહાસ, છઠ્ઠી વખત બની વર્લ્ડ ચેમ્પિયન.

416

- Advertisement -

નવી દિલ્હીઃ સુપરમોમ એમએસી મેરી કોમે રવિવારે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ખિતાબી ટાઇટલ ફટકારતા ઈતિહાસ રચી દીધો છે. દિલ્હીના કેડી માધવ હોલમાં રમાયેલી 48 કિલો વર્ગની ફાઇનલ ફાઇનલમાં તેણે યૂક્રેનની હન્ના ઓકોતાને હરાવી અને વર્લ્ડ રેકોર્ડ છઠ્ઠી વખત વિશ્વ કપનું ટાઇટલ જીતવાનું ગૌરવ મેળવ્યું છે.

- Advertisement -

6 ટાઇટલ જીતનારી પ્રથમ મહિલા બોક્સર
આ જીતની સાથે તેણે આયર્લેન્ડની કૈટી ટેલરને પછાડીને સૌથી વધુ 6 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ મહિલા બોક્સર પણ બની ગઈ છે. આ પહેલા મેરી અને ટેલર 5-5 વાર વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતીને બરોબરી પર હતી.

- Advertisement -

પુરૂષ બોક્સરના વર્લ્ડ રેકોર્ડની બરોબરી
તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં 6 ટાઇટલ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ (મહિલા અને પુરૂષ)ની બરોબરી પણ કરી લીધી છે. 6 વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ તેના પહેલા પુરૂષ બોક્સિંગમાં ક્યૂબાના ફેલિક્સ સેવોનના નામે હતું. સેવોને 1997માં બુડાપેસ્ટમાં આયોજીત ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતીને આ રેકોર્ડ તેના નામે કર્યો હતો.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!