- Advertisement -
કચ્છના ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ થઇ ચુક્યો છે. વિખ્યાત બનેલો રણોત્સવ આ વર્ષે રણકી કહાનિયા થીમ પર આયોજીત કરાયો છે.
છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વસ્તરે ખ્યાતિ પામેલો રણોત્સવ આ વર્ષે વહેલો આયોજીત કરાયો છે.
દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ રણોત્સવમાં આવતા હોય છે. જેમાં આ વખતે પણ તંત્ર દ્વારા ટેન્ટ સીટી તૈયાર કરીને તમામ તૈયારીઓ કરાઇ છે.
- Advertisement -
- Advertisement -
સફેદ રણનો રાત્રિનો નજારો અદભૂત હોય છે. ત્યારે બરફ જેવી સફદ ચાદર જેવા સફેદ રણમાં દર વર્ષે હજારો યાત્રિકો આવતા હોય છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રણોત્સવમાં 400 જેટલા ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે.
જેમાં દરબારી અને રજવાડી ટેન્ટ પ્રવાસીઓ માટે આકર્ષણ ઉભું કરી રહ્યા છે. કચ્છના સફેદ રણથી ગુજરાત ટુરીઝમ વિભાગ અને રાજય સરકારને કરોડો રૂપિયાની આવક મળી રહી છે. રણોત્સવ આવતા પ્રવાસીઓ કચ્છ કલા સંસ્કૃતિ દર્શન કરે છે.
રણોત્સવ આવતા પ્રવસીઓ કચ્છની હસ્તકલા ખરીદી કરી શકે તે માટે હસ્તકલા સ્ટોલ ઉભા કરવામાં આવે છે.
રણોત્સવ પ્રારંભ થતાની સાથે જ પ્રવાસીઓ બુકીંગ કરવી રહ્યા છે..અત્યાર સુધીમાં રણોત્સવમાં 8,000 જેટલા પ્રવાસીઓ બુકીંગ કરાવ્યુ છે એક નવેમ્બર લઈને 20 ફેબ્રુઆરી સુધી રણોત્સવ ચાલશે. રણોત્સવ દરમિયાન લાખો પ્રવાસીઓ ટેન્ટસીટી તેમજ સફેદરણની મુલાકાત લેતા હોય છે.
- Advertisement -