- Advertisement -
21 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે. આ દિવસે વર્ષો બાદ શનિ અને શુક્રનો દુર્લભ યોગ બની રહ્યો છે. જ્યોતિષ અનુસાર શિવરાત્રિ પર શનિ તેની પોતાની રાશિ મકરમાં અને શુક્ર ગ્રહ તેની ઉચ્ચે રાશિ મીનમાં રહેશે. આ એક દુર્લભ યોગ છે. જ્યારે તે બન્ને ગ્રહ શિવરાત્રિ પર આ સ્થિતિમાં રહેશે. 2020થી પહેલા આ યોગ 25 ફેબ્રુઆરી 1903માં આવો જ યોગ હતો અને શિવરાત્રી મનાવવામાં આવી હતી.
શિવરાત્રી પર બની રહ્યા છે આ યોગ પણ
- Advertisement -
શિવરાત્રી પર ગુરુ પણ તેની રશિ ધન રાશિમાં સ્થિત છે. 21 ફેબ્રુઆરીએ સર્વાર્થ સિધ્ધિ યોગ પણ થશે. આ યોગની ઉપાસના કરવા અને નવા કાર્યો શરૂ કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે શનિ ચંદ્રનો વિષ યોગ બનશે. આ બંને ગ્રહો મકર રાશિમાં રહેશે. બુધ અને સૂર્ય કુંભ રાશિમાં એક સાથે રહેશે, જે બુધ-આદિત્ય યોગ બનાવશે. આ દિવસે રાહુ મિથુન રાશિમાં રહેશે અને કેતુ ધનુ રાશિમાં રહેશે. બાકીના બધા ગ્રહો રાહુ અને કેતુ વચ્ચે રહેશે, જે સર્પ યોગ બનશે.
આ ગ્રહ યોગમાં મનાવવામાં આવે છે શિવરાત્રી
જ્યારે સૂર્ય કુંભ અને ચંદ્ર મકર રાશિમાં હોય છે, ત્યારે શિવરાત્રીનો તહેવાર ફાગણ મહિના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિની રાતે શિવરાત્રી પર્વ મનાવવામાં આવે છે. 21 ફેબ્રુઆરી સાંજે 5.36 વાગ્યે ત્રયોદશી તિથિ ચાલુ રહેશે, ત્યારબાદ ચતુર્દશી તિથિ શરૂ થશે. શિવરાત્રી રાત્રિનો પર્વ થછે. ફેબ્રુઆરીની રાત્રિ ચતુર્દશી તિથિ રહેશે, તેથી આ વર્ષે આ તહેવાર 21 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.
મેષ- શિવરાત્રી પર શિવલિંગ ઉપર કાચો દૂધ અને દહીં અર્પણ કરો. ધતુરા અર્પણ કરો કરપુરને બાળીને આરતી કરો.
વૃષભ- શિવલિંગને શેરડીના રસથી સ્નાન કરાવો. મોગરાનું અત્તર લગાવો. દીવો પ્રગટાવીને આરતી કરો.
મિથુન- શિવરાત્રી પર સ્ફટિકની લિંગ પૂજા કરો. લાલ ગુલાલ, કુમકુમ, ચંદન, અત્તર ચઢાવો. આંકડાના ફૂલો અર્પણ કરો.
- Advertisement -
કર્ક – શિવરાત્રી પર અષ્ટગંધા ચંદનથી અભિષેક. લોટની રોટલી અર્પણ કરીને આરતી અર્પણ કરો.
સિંહ- ફળોના રસમાં ખાંડ મિક્ષ કરીને શિવજીને અભિષેક કરો. આંકડાના ફૂલો અર્પણ કરો, મીઠો ભોગ ધરાવો.
કન્યા – ધતુરા, વિજયા એટલે કે ભાંગ, આંકડાના ફુલ ચઢાવો. બિલ્વ પત્રો પર મીઠાઇ ચઢાવો.
તુલા- વિવિધ ફૂલોના પાણીને મિક્સ કરીને શિવલિંગને સ્નાન કરો. બિલ્વ, મોગરા, ગુલાબ, ચોખા, ચંદન સમર્પિત કરો. આરતી કરો.
વૃશ્ચિક- શિવલિંગને શુદ્ધ જળથી સ્નાન કરાવો. મધ, ઘી સાથે સ્નાન કરાવ્યા પછી ફરીથી પાણીથી સ્નાન કરાવો અને આરતી કરો.
ધનુ – ચોખાથી શિવલિંગ બનાવો અને શ્રૃંગાર કરો. બિલ્વ પતરા, ગુલાબ સહિત કરો અને આરતી કરો.
મકર – શિવલિંગને ઘઉંથી ઢાંકીને તેની પૂજા કરો. આ પછી આ ઘઉં ગરીબોને દાન કરો.
કુંભ- સફેદ-કાળા તલને ભેળવીને એક શિવલિંગ પર ચઢાવો , જે એકાંતમાં હોય. આરતી કરો.
મીન – શિવરાત્રી પર પીપળની નીચે બેસીને શિવલિંગની પૂજા કરો. ऊँ નમ: શિવાયનો 35 વાર જાપ કરો, બિલ્વપત્ર ચઢાવો અને આરતી કરો.
- Advertisement -