fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

ગુજરાતીઆ દિકરીએ દેશમાં મહીલા દ્વારા સૌથી વધુ ઇવેન્ટ્સમાં એન્કરિંગ કરવાનો રેકોર્ડ કર્યો

673

- Advertisement -

એંકરિંગ એ પ્રત્યેક પળને યાદગાર બનાવવાની કળા છેઃ તૃપ્તિ શાહ

નીરસ અને યંત્રવત જીવનરૂપી પાંજરાને તોડીને તૃપ્તિ શાહને એક એવું ખુલ્લું આકાશ જોઇતું હતું જ્યાં તે એવું કઈંક કરે કે જેમાં સફળતા, પ્રસિદ્ધિ, સંતોષ, પ્રગતિની “તૃપ્તિ”નો અહેસાસ થાય. એક એવું જીવન કે જેનાથી તે તેમના જેવી યુવતીઓની પ્રેરણા પણ બને અને સાથેસાથે તેમને મદદ પણ કરી શકે. આવા મનસૂબા ધરાવતા તૃપ્તિ શાહે પોતાની ઉજ્જવળ શૈક્ષણિક યોગ્યતાને અનુરૂપ કારકિર્દીને પસંદ કરવાની જગ્યાએ સાવ જ નવું અને પડકારજનક કામ પસંદ કર્યું એંકર/પ્રેઝન્ટર બનવાનું. ગોધરા જેવા નાના શહેરમાંથી મહાસાગર સમા અમદાવાદ સુધીની સફરમાં તેમણે શૈક્ષણિક ક્ષેત્રે પોતાની પ્રતિભા દર્શાવી. તૃપ્તિ શાહ ટ્રીપલ ગ્રેજ્યુએટ છે. બે વાર માસ્ટર્સ કર્યું છે અને એમ.ફીલની ડિગ્રી પણ લીધી છે.

- Advertisement -

- Advertisement -

મૂળભૂત રીતે મેનેજમેન્ટની વિદ્યાર્થિની એવા તૃપ્તિ શાહ માટે એમ કહી શકાય કે એ “બ્યુટી વીથ બ્રેન” છે. કામણગારું વ્યક્તિત્વ ધરાવતા તૃપ્તિ શાહ જેટલા ખુશમીજાજી છે એટલા જ રમૂજી સ્વભાવ ધરાવે છે. એમની હાજરી હોય ત્યાં હાસ્યની છોળો ઉડતી રહે છે. મેધાવી પ્રતિભાથી સંપન્ન તૃપ્તિને અવગણી શકાય એમ નથી, કોઇનું ધ્યાન કેવી રીતે આકર્ષિત કરવું અને કેવી રીતે સૌને ગમતા રહેવું તેની અજબ આવડત તેમનામાં છે અને આજે એ જ આવડત તેમની સૌથી મોટી ખૂબી બની ગઇ છે. તેઓ જ્યાં જાય ત્યાં એમનો ફેન વર્ગ ઉભો થઇ જાય છે. સૌનું માન-સન્માન જાળવવા સાથે તેમના મન જીતવામાં જ તેમને “તૃપ્તિ” મળે છે.

જોકે સ્વભાવે લાગણીશીલ હોવાથી તૃપ્તિ શાહ સામાજિક સેવા કાર્ય માટે હંમેશા તત્પર રહે છે. જે તેમનું જમાપાસુ છે. અદ્દભૂત સમજશક્તિ અને કોઇપણ પરિસ્થિતિ, વાતાવરણમાં તુરંત ઢળી જવાની ક્ષમતાને કારણે તૃપ્તિ શાહની હાજરી માત્રથી કોઇપણ ઇવેન્ટ દીપી ઉઠે છે. માટે જ કોઇપણ ઇવેન્ટ કે કાર્યક્રમ માટે તેઓ ફીટ બેસે છે. કોઇપણ બ્રાન્ડ-ટાઇટલ હોય તેની સાથે તૃપ્તિ શાહનું નામ જોડાવાની સાથે જ જે તે બ્રાન્ડ ટાઇટલનું મૂલ્ય વધી જાય છે. તેમની પ્રભાવી અપીલ પારસમણી જેવું કાર્ય કરે છે એમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી. 

પોતાના વ્યવસાય અંગે તૃપ્તિ શાહ કહે છે કે, “એંકરિંગ એ માત્ર કળા નથી પરંતુ આત્મસૂઝ, હાજરજવાબીપણું છે જેમાં પ્રત્યેક પળને અનહદ ખુશીમાં પરિવર્તિત કરી તેને ચિરકાળ માટે યાદગાર બનાવવાની ખૂબી છે.”

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!